મોરબી શહેર માં વિવિધ સમસ્યાઓથી લોકો પરેશાન છે તંત્ર પાસે આયોજન મોટો અભાવ હોય તેમ છાશવારે સમસ્યાઓની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં તાજેતરમાં જ મોસમના વરસાદથી સમગ્ર મોરબી શહેરના મુખ્ય માર્ગો થી લઇ શેરી ગલીએ લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા ના સમાચારો નોંધાયા છે ત્યારે મોરબીમાં વોર્ડ નંબર ૧ થી ૧૩ માં અવાર નવાર વર્ષોથી ગંદકી રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સહિત પ્રાથમિક પાયાની સુવિધાઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆતો ની હારમાળા સતત જોવા મળે છે તેમાં ખાસ કરી મોરબીના મહેન્દ્ર પરા શેરી નંબર 2 થી મચ્છુ માના મંદિર સુધી સતત ગટરના પાણી ભરાઈ રહ્યા છે ત્યારે રોગચાળાનો પણ ગંભીર ભાઈ છે સતત પાણી ભરાઇ રહેવાથી મહેન્દ્ર પરા વિસ્તાર ના વેપારીઓ ના ધંધા રોજગાર માં મંદીનો માહોલ છવાઇ ગયો છે અધૂરામાં પૂરું બજરંગ બલી ના મંદિર પાસે પણ પાણીના તલાવડા અને ગટરના પાણી મંદિરમાં ઘૂસવા લાગ્યા હોવાથી ધાર્મિક લાગણી દુભાઈ રહી છે ત્યારે નગર પાલિકા સમક્ષ વેપારીઓએ રૂબરૂ ફરિયાદ કરેલ જે અંગે ચીફ ઓફિસર ખાતરીપૂર્વક જણાવ્યું છે કે પાણીનો નિકાલ કરી દેવામાં આવશે
More Stories
આજરોજ તા. 03/10/2025 ના રોજ *નારી સ્વાવલંબન ચેરિટેબલ ટ્રસ્ટ* ના બહેનો ની મિટિંગ શાસ્ત્રીનગર વિસ્તારમાં રાખવામાં આવી હતી.
જસદણ તાલુકાના દડવા ગામના પૂજા નિમાવતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોથી રંગોળી દોરવામાં આવી હતી
બોટાદ શહેરના મહાવીર કોર્નર કોમ્પ્લેક્સમાં બજરંગ ગેસ્ટ હાઉસમાં દેહ વેપાર ઝડપી પાડતી બોટાદ SOG ની ટીમ